બાળ સિદ્ધિઓ/સંકલન


બાળસિદ્ધિઓ
સપ્ટેમ્બર - ૨૦૧૪
ક્રમ
નામ
વિશેષ સિદ્ધિની વિગત
(૧)
ડાભી મુકેશભાઇ લક્ષ્મણભાઇ
એકલવ્ય મૉડેલ રેશીડેન્શીયલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં પ્રવેશ મેળવેલ છે.
(૨)
ભૂમિકાબેન એલ. ખાંટ
દિપીકાબેન કે. અંગારી
C.R.C. કક્ષાના ગણિત-વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું.
(૩)
ભાષા એમ. પટેલ
ચૈતન્ય એચ. જાની
C.R.C. કક્ષાના ગણિત-વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું.

(૪)
ભૂમિકાબેન એલ. ખાંટ
દિપીકાબેન કે. અંગારી
તાલુકા  કક્ષાના ગણિત-વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું.
ઓક્ટોબર - ૨૦૧૪ 
ક્રમ
નામ
વિશેષ સિદ્ધિની વિગત
(૧)
અંગારી મુકેશભાઇ વાદાભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૨)
ડાભી ભીમાભાઇ વસ્તાભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૩)
પરમાર સંજયભાઇ રેવાભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૪)
દાવડા અશ્વિનભાઇ કેશાભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૫)
પટેલ ભાષા મહેશકુમાર
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૬)
અંગારી સોનાબેન કાન્તુભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૭)
અંગારી દિપીકાબેન કાન્તુભાઇ
શિષ્યવૃતિ પરીક્ષા – રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
(૮)
દામા સુરેશભાઇ માલાભાઇ
૫૦ મીટર દોડ, સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (સીટ કક્ષા) અન્ડર ૧૧
(૯)
ગમાર ભૂરીબેન પોપટભાઇ
૫૦ મીટર દોડ, સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (સીટ કક્ષા)  અન્ડર ૧૧
(૧૦)
દાવડા અશ્વિનભાઇ કેશાભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (સીટ કક્ષા)  અન્ડર ૧૩
(૧૧)
દેવડા વિષ્ણાબેન મણાભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (સીટ કક્ષા)  અન્ડર ૧૩
(૧૨)
અંગારી સોનાબેન કાન્તુભાઇ
સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (સીટ કક્ષા)     અન્ડર ૧૩
(૧૩)
અંગારી દિપીકાબેન કાન્તુભાઇ
લાંબી કૂદ પ્રથમ (સીટ કક્ષા)        અન્ડર ૧૩
(૧૪)
અંગારી મુકેશભાઇ વાદાભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (સીટ કક્ષા)   અન્ડર ૧૬
(૧૫)
ખાંટ ભૂમિકાબેન લલીતભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (સીટ કક્ષા)   અન્ડર ૧૬
(૧૬)
ગમાર આષિશભાઇ મકનાભાઇ
ગોળાફેંક પ્રથમ (સીટ કક્ષા)   અન્ડર ૧૬
(૧૭)
દામા કૈલાસબેન રામાભાઇ
સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (સીટ કક્ષા)   અન્ડર ૧૬   
(૧૮)
અંગારી રાવજીભાઇ રમેશભાઇ
તીરંદાજી જિલ્લા કક્ષાએ દ્વિતીય
(૧૯)
ગમાર બળવંતભાઇ પાબુભાઇ
તીરંદાજી જિલ્લા કક્ષાએ તૃતીય
(૨૦)
દામા સુરેશભાઇ માલાભાઇ
૫૦ મીટર દોડ, સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (તાલુકા) અન્ડર ૧૧
(૨૧)
ગમાર ભૂરીબેન પોપટભાઇ
૫૦ મીટર દોડ, સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (તાલુકા)  અન્ડર ૧૧
(૨૨)
દાવડા અશ્વિનભાઇ કેશાભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (તાલુકા કક્ષા)  અન્ડર ૧૩
(૨૩)
અંગારી સોનાબેન કાન્તુભાઇ
૨૦૦મી દોડ સ્ટેંડીંગ બ્રોંડ જમ્પ પ્રથમ (તાલુકા કક્ષા)અન્ડર ૧૩
(૨૪)
અંગારી દિપીકાબેન કાન્તુભાઇ
લાંબી કૂદ પ્રથમ (તાલુકા કક્ષા)  અન્ડર ૧૩
(૨૫)
દેવડા વિષ્ણાબેન મણાભાઇ
૧૦૦ મીટર દોડ પ્રથમ (તાલુકા કક્ષા)  અન્ડર ૧૩
(૨૬)
અંગારી દિપીકાબેન કાન્તુભાઇ
લાંબી કૂદ દ્વિતીય (જિલ્લા કક્ષા)        અન્ડર ૧૩
મારી કલ્પનાની શાળા
           ‘ કલ્પના ‘ શબ્દ જ કેટલો મનોહર છે ? જો આ દુનિયામાં માનવી ‘કલ્પના‘ ન કરી શકે એવી પણ કલ્પના કરવામાં આવે તો ખ્યાલ આવશે કે માનવી કેટ કેટલી માનસિકતાથી પીડાતો હોત. માનવી પોતાની અતૃપ્ત ઇચ્છઓને કલ્પનામાં પરિપૂર્ણ કરી આનંદ માણે છે અને જીવનને આનંદમય બનાવે છે. પરિણામે તો આપણા ધર્મશાસ્ત્રમાં પણ કલ્પનાને ‘ કલ્પવૃક્ષ ‘ ના નામે અનેરું મહત્વ અપાયું છે. આમ, કલ્પના એ ખરેખર માનવ જીવનનો એક અધારસ્તંભ છે.
આજે હું પણ આપની સમક્ષ આવી એક ‘ મારી કલ્પનાની શાળા ‘ વિશે કલ્પના કરવાની છું તો મારી આ કલ્પનાને શાંતીથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. કોઇ કવિએ સુંદર જ ગાયું છે કે :

કલ્પનાની શાળાએ જાઉં...
હા હું તો કલ્પનાની શાળાએ જાઉં..
પાટીને પેનાની સૂરમીઓ લઇને..
મધ મધતી દુનિયા રચાવું...
હા હું તો કલ્પનાની શાળાએ જાઉં....

           પ્રથમ તો હું મારી શાળાના પર્યાવરણ વિશે વાત કરીશ. મારી શાળાનું વાતાવરણ પ્રદુષણ મુક્ત, સુંદર વૃક્ષો, ફળ – ફૂલના છોડ અને બાગ બગીચાથી શોભાયમાન હોવું જોઇએ. જેનું જતન માત્ર વિદ્યાર્થીઓ જ નહીં  શિક્ષકો પણ કરતા હોવા જોઇએ. આવા વાતાવરણમાં પ્રાર્થના કરવામાં આવે તો તે તન અને મનને પોષનારી બની રહે અને તો જ સાચા અર્થમાં....’ મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે ‘ એ પંક્તિ સાચી ઠરે.
           મારે બીજી વાત ભૌતિક સુવિદ્યાની કરવી છે. મારી શાળામાં શાળાનું મકાન અને તેનું રંગરોગાન સમય સર થાય. શાળાના મકાનની દિવાલો જેલની દિવાલો જેવી નહીં પણ શિક્ષણ જગતથી સજીવન હોવી જોઇએ. શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે પાટલીઓની, ભણવા માટે કાળા પાટિયાની, રમત – ગમતના વિવિધ સાધનોની વ્યવસ્થા, છાત્ર – છાત્રાઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, અલગ પેશાબઘર અને  ચિત્રખંડ, કોમ્પ્યૂટરખંડ હોવો જોઇએ. અરે ! પુસ્તકાલયને તો હું ભુલી જવાની હતી. પુસ્તકાલય તો શાળાનું  દિલ છે, જ્ઞાનખંડ છે. તે તો ફરજીયાત જોઇએ જ...
               હવે હું ત્રીજી જે વાત કરવાની છું તે શિક્ષણની છે અને તે વિષય પર હું બોલવા માટે મારી જાતને અસમર્થ માનું છું તેમ છતાં હું કેટલીક બાબતોની વાત કરીશ. મારી શાળાનું સંચાલન સુંદર હોય, ગુરુજીઓ શિક્ષણના ચાર સોપાનો જેવાં કે યોગ, ઉદ્યોગ, સહયોગ અને વિનિમયને વરેલા હોવા જોઇએ, અભ્યાસક્રમ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિ તેમજ વિવિધ મહાપુરુષો અને ઉત્સવ ઉજવણી થવી જોઇએ. શિક્ષણ ને માત્ર પરીક્ષાલક્ષી નહીં પણ જીવનલક્ષી બનાવીને પીરસવું જોઇએ, વિષય પ્રમાણે સાપ્તાહિક મૂલ્યાંકન થવું જોઇએ, વિદ્યાર્થીની ભૂલોનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઇએ,
‘સોટી વાગે છમ છમ, વિદ્યા આવે રમ જમ’ નહીં પણ ‘પ્રેમથી આપો શિક્ષણ ફટ ફટ અને વિદ્યા આવે જટ જટ’ ની નીતિ અપનાવવાની જરૂર છે. અને તો જ ‘ શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે ‘ પંક્તિ સાચા અર્થમાં પરિણામલક્ષી નીવડશે.  -      ભાષા એમ. પટેલ







   


                

1 ટિપ્પણી :