મારી શાળા વિશે....
મારી શાળા વિશે....
અરવલ્લી ગિરિમાળાઓની હારમાળાઓમાં વસતાં વનબંધુઓના શિક્ષણની ચિંતા કરતા મહાત્મા ગાંધીજીના અનુયાયી એવા સ્વ. શ્રી અકબરભાઇ ચાવડાએ ભૌતિક સુખ સુવિધાનો ત્યાગ કરી બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત ગણાતા એવા દાંતા તાલુકામાં વસતા આદિવાસી વનબાળોને શિક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે સણાલી ગામમાં કીડી-મંકોડી જેવી પૂર્વાભિમુખ પવિત્ર નદીઓના સંગમ સ્થાને 'શિક્ષણ યજ્ઞ'ની સ્થાપના ૭ મી મે ૧૯૪૯માં કરી. સાચા અર્થમાં સર્વોદયનાં પગલાં પાડ્યાં. ઊંડાણવાળા આવા જંગલ વિસ્તારમાં વિકટ પરિસ્થિતિમાં સ્થાયી રહીને નિરક્ષર એવા અરણ્યવાસીઓમાં 'શિક્ષણની ભૂખ' જગાડી. શિક્ષણ પથદર્શક બની રહ્યા.
બાપુનું આ કાર્ય સણાલી પુરતું સિમિત ન રહ્યું. આદિવાસી બાળકોને બુનિયાદી શિક્ષણ મળી રહે અને નિવાસ સાથે શિક્ષણ મળે તે દ્રુષ્ટિથી સરકારે આશ્રમશાળાની પેટર્ન દાખલ કરી છે. જેના લાભરૂપે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગે સને ૧૯૭૮માં આદિવાસી બાળકો માટે દલપુરા આશ્રમ સંકુલમાં આશ્રમશાળાની મંજુરી આપી. અત્યારે ધોરણ - ૧ થી ૭ માં ૬૫ કન્યાઓ અને ૬૫ કુમારો મળી કુલ ૧૩૦ બાળકો નિવાસ સાથે શિક્ષણ મેળવે છે.આશ્રમશાળાનું મકાન બનાવવા સરકાર તરફથી મકાન ગ્રાન્ટ ન મળતાં શ્રીમતી સુશીલાબેન અને શેઠશ્રી રમણીકદાદાના પ્રયત્નોથી દાતાશ્રીઓએ દાન આપતાં અત્યારે ગ્રાઉન્ડ્ફ્લોર અને ફસ્ટફ્લોરનું અદ્યતન મકાન બનેલ છે. 'અરવિંદ આશ્રમશાળા' નામમાંથી દાતાની ઇચ્છા મુજબ શ્રી બી.એલ.પરીખ અને એ.આર.મહેતા આશ્રમશાળા નામ આપ્યું. આ આશ્રમશાળાને ૧૦૦% સરકારી ગાન્ટ મળે છે.
સંસ્થાનું નામ : સર્વોદય આશ્રમ, સણાલી મુ.પો, સણાલી તા : દાંતા જિ : બનાસકાંઠા.
આશ્રમશાળાનું નામ : શ્રી બી.એલ.પરીખ અને એ.આર.મહેતા આશ્રમશાળા, દલપુરા.
મુ.પો. દલપુરા તા : દાંતા જિ : બનાસકાંઠા.
આશ્રમશાળા સ્થાપના વર્ષ : ૧૩/૧૧/૧૯૭૮
અનુદાનિત કમિશ્નર આદિજાતિ વિભાગ ગાંધીનગર.
આદ્યસ્થાપક : સ્વ. શ્રી અકબરભાઇ ચાવડા
મુખ્ય શિક્ષિકા : શ્રીમતી શિલ્પા જી. તરાલ
ધોરણ : ૧ થી ૭
માન્ય સંખ્યા : કુમાર : ૬૫ કન્યા : ૬૫ = ૧૩૦
સી.આર.સી. : દલપુરા પે. કેન્દ્રશાળા
બી.આર.સી : દાંતા - અંબાજી
આશ્રમશાળાની પ્રાપ્ય ભૌતિક સુવિદ્યા
શાળાના કુલ ઓરડા : ૧૫
ઑફિસ : ૧
વર્ગખંડ : ૫
ગાદલાં સ્ટોરરૂમ : ૧
અનાજ સ્ટોરરૂમ : ૧
છાત્રાલય નિવાસ : ૬
લેબ./પુસ્તકાલય : ૧ ( પુસ્તકાલયમાં ૪૬૦ જેટલાં પુસ્તકો છે. )
સેનેટરી બ્લોક સુવિદ્યા :
કુમાર કન્યા કુલ
(૧) પેશાબઘર : ૭ ૪ ૧૧
(૨) બાથરૂમ : ૮ ૧૩ ૨૧
(૩) સંડાસ : ૪ ૪ ૮
હમણાં જ નવો બ્લોગ બનાવ્યો છે. ધીરે ધીરે શીખી રહ્યો છું. પણ થોડા સમયમાં ફાવી જશે. નવી પોસ્ટ કરીશ. મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. જય શ્રી કૃષ્ણ...
જવાબ આપોકાઢી નાખો